About ITA-CS+ Course
હાલની તકે આપણે જે કોઈપણ ટેકનોલોજી નો વપરાશ કરીએ છીએ જેવી કે મોબાઈલ, ઈન્ટરનેટ, બેન્કિંગ, મની ટ્રાન્સફર જેવા અન્ય કોઈપણ ડિજિટલ વ્યવહાર, તે તમામ સુવિધા ની રચના પાછળ જોડાયેલા મૂળભૂત 5 પરિબળો એટલે કે Hardware, Network, Server, Cloud & Security કે જેના લીધે આપણે સ્થળ, સમય અને ડર વગર તે વ્યવહાર કરી શકીએ છીએ, આ 5 પરિબળોનો અભ્યાસ એટલે IT Administrator & Cyber Security Specialist.
આ કોર્ષમાં વિધાર્થીઓ પ્રથમ કમ્પ્યુટરના શરૂઆતી લેવલથી જ ખૂબ સરળ પધ્ધતિ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલના અભ્યાસક્રમો જેવા કે CompTIA A+ CompTIA Network+, Cisco, Microsoft, AWS, Google and Cyber Security ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા Live Project ના માધ્યમ થી ભણાવવામાં આવે છે, કે જેથી આંતરરાષ્ટ્રીય જોબ કે બિઝનેસ માટે વિધાર્થી તૈયાર થાય છે.
આ કોર્ષ વિદ્યાર્થી ટેક્નોલોજીની એક નવીનત્તમ દુનિયાના દરવાજા ખોલી આપે છે.
આ કોર્ષ સ્કૂલ/કોલેજ ના કમ્પ્યુટર અને નેટવર્કમાં રૂચિ રાખતા વિદ્યાર્થી માટે એક અત્યંત નવાજ કરિયરની શરૂઆત છે. જેમના દ્વારા વિદ્યાર્થી IT Administrator & Cyber Security Specialist બની શકે છે.
Course Duration 16 Months
Daily Time 2 Hours
ITA-CS+ જ શા માટે?
90% of Companies હાલમાં cloud પર જ ચાલી રહી છે.
Cloud Computing Market 2023 સુધીમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી કરતા પણ 3 ગણી મોટી થઈ જશે.
IT Security માં સતત વધતી માંગના કારણે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે અંદાજીત 3.5 મિલિયન નોકરીનું નિર્માણ થશે.
Technical Hackers ને ઇન્ડિયાની સૌથી વધુ પગાર આપતી Top Companies જેવી કે Dell, Google, Wipro, Reliance, Infosys & IBM.
Why ITA-CS+ in RNW?
- 15 વર્ષથી વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભરોષો ધરાવતી સંસ્થા.
- વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા Live Training. ઈન્ડસ્ટ્રી માં કાર્ય કરી રહેલા વ્યક્તિ પાસેથી.
- વિશાળ લેબ અને પ્રેક્ટિકલની તમામ સુવિધા.
- 5 વર્ષ સુધી સપોર્ટની જવાબદારી.
Career Awareness Counselling
Passout Students
Placed Students
Companies Tie-Ups
ITA-CS+ માં શું આવશે?
1
Computer Foundation
આ વિષય એક સામાન્ય માણસને કમ્પ્યુટરનું સંપૂર્ણ બેઝિક નોલેજ આપવા માટે બનાવવામાં આવ્યો છે. આજે વિશ્વ વધારે ને વધારે ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે જેમાં કમ્પ્યુટર જેવા સાધનો નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. માટે દરેક સામાન્ય માણસને કમ્પ્યુટર નોલેજ લેવાની અતિશય જરૂરિયાત છે. આપણે સૌ જાણીએ જ છીએ કે હિસાબ, ખરીદી થી લઇને બુકિંગ તેમજ આધાર કાર્ડ, લાયસન્સ કે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ને લગતા દરેક કામ આજે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ દ્વારા જ થાય છે જેમાં MS-Office સૌથી વધારે ઉપયોગી થતું હોય છે જેના તમામ મોડ્યુલ્સ આ કોર્ષ માં આવરી લેવામાં આવ્યા છે.
MODULES TO LEARN:
Wordpad, Excel, MS Word, Paint, Power Point
2
Computer Hardware
આપણે જાણીએ છીએ કે આજના યુગમાં મોબાઈલ ફોન તેમજ કમ્પ્યુટર એક અગત્યનું સાધન બની ગયું છે અને તેના વિના જીવન જીવવું ભવિષ્યમાં મુશ્કેલ હશે. આજે રોજીંદા જીવન તેમજ વ્યવસાયને લગતા દરેક કામ ઓટોમેટિક તેમજ કમ્પ્યુટર દ્વારા થાય છે અને જો આપણને હાર્ડવેરના તમામ ભાગો કેવી રીતે કામ કરે છે તેમજ રિપેર કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ જાણકારી હોય તો આપણું કાર્ય ક્યારે પણ અટકે નહીં માટે આજે દરેક નાની મોટી કંપનીઓ માં એક કમ્પ્યુટર હાર્ડવેર એક્સપર્ટની જરૂર હોઈ છે અને તેના માટેના તમામ ટોપીક્સ આસિલેબસમાં આવરી લેવામાં આવ્યા છે.
MODULES TO LEARN IN CompTIA A+ 220-1001, CompTIA A+ 220-1002:
Hardware, Printer & Scanner, Networking, Troubleshooting, Windows Operating System, Other Operating System and Technology, Security, Software Troubleshooting, Operational Procedure
3
Networking
ઘણા બધા કમ્પ્યુટર્સ ને એક સાથે જોડવા તેમજ એક જ કમ્પ્યુટર દ્વારા ઘણા બધા ડિવાઈઝને એક્સેસ કરવા માટે જે સિસ્ટમ વપરાય છે તેને નેટવર્કિંગ કહેવાય છે. જેમ કોઈ ઓફિસમાં એક જ પ્રિન્ટર ઘણા બધા કમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે કારણ કે તે પ્રિન્ટર તેમ જ બધા જ કમ્પ્યુટર્સ એકબીજા સાથે નેટવર્ક દ્વારા જોડાયેલા હોય છે, જેના માટે સ્વીચ કે રાઉટર્સ ડિવાઈઝનો ઉપયોગ થતો હોય છે તો આમ નેટવર્કીંગ ના માધ્યમથી ઘણા બધા ડિવાઈઝ ઓનલાઈન તેમજ ઓફલાઈન જોડી શકાય છે અને CompTIA Network+ એ IT માટે નેટવર્કિંગ નું આવશ્યક નોલેજ તેમજ ભણતર પૂરૂ પાડે છે.
MODULES TO LEARN IN CompTIA Network+:
Topologies and Infrastructure, Addressing and Routing, Troubleshooting and Management, Installation Network Sites, Security
4
Switches & Routers Technology
એક જ નેટવર્ક કે ઈન્ટરનેટ દ્વારા ઘણા બધા કમ્પ્યુટર્સ અને ડિવાઈઝ કનેક્ટ હોય છે અને ઘણી બધી માહિતીની આપ-લે થતી હોય છે તો ડિવાઈઝને જોડવા તેમ જ બધા ડિવાઈઝને યોગ્ય રીતે મેનેજ કરવા માટે Switches તેમજ Routers નો ઉપયોગ થતો હોય છે. ઈન્ટરનેટ કે Wi-fi વાપરવા પણ આપણે Switches તેમજ Routers નો વપરાશ કરીએ છીએ કે જેનાથી જે તે ડિવાઈઝની સ્પીડ લિમિટ આપવા, અમુક ડિવાઈઝ અમુક જ વેબસાઈટ ઓપન કરી શકે કે ના કરી શકે તેવી લીમીટેશન આપવા માટે Routers નો ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે D-link કે TP-Link જેવા રાઉટર નોં ઉપયોગ કરીએ છીએ જે CISCO ની પેટા કંપની છે અને વિશ્વમાં લગભગ 90% કમ્યુનિકેશન માટે CISCO ના જ ડિવાઈઝ ઉપયોગમાં લેવાય છે અને આ તમામ સિસ્ટમ વિશે નોલેજ CISCO ના CCNA ના કોર્ષમાં આપવામાં આવે છે.
MODULES TO LEARN IN Cisco CCNA:
Network Fundamentals, Network Access, IP Connectivity, IP Services, Security Fundamentals, Automation & Programmability
5
Server
આજે આપણે ઈન્ટરનેટ પર ઘણી બધી વેબસાઈટ જોઈએ છીએ જેમ કે Amazon, Flipkart, Netflix કે પછી આપણી શાળા, કોલેજની વેબસાઇટ કે જેમાં આપણે ઓનલાઈન રિઝલ્ટ, ચિત્રો કે વિડિઓ જોઈ શકીએ છીએ તો આ ચિત્રો કે વિડિઓ જેવો ડેટા નો જે જગ્યા પર સંગ્રહ કરવામાં આવે છે તેને Server કહેવાય છે. જેના દ્વારા કોઈ પણ સમયે કે જગ્યા પરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ અને Microsoft તેમજ RedHat જેવી કંપની આવા પ્રકારના Server પુરા પાડતી હોઇ છે તેમજ સ્માર્ટ સીટી સુરત ના તમામ સરકારી ડેટા સાચવવા નો કોન્ટ્રાકટ Microsoft ને સોપવામાં આવેલ છે. તો આવા Server ને મેનેજ કરવા માટેનું તમામ જરૂરી નોલેજ આ કોર્ષ માં આવરી લેવામાં આવ્યું છે.
6
Cloud Computing
આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા કાર્યો માટે આપણે કમ્પ્યુટર્સનો વપરાશ કરીએ છીએ અને અલગ-અલગ પ્રકારના કાર્યો તેમજ સોફ્ટવેર કે એપ્લિકેશન વાપરવા અલગ અલગ પ્રકારના કન્ફિગ્યુરેશનવાળા કમ્પ્યુટર ની જરૂરિયાત પડે છે અને આ દરેક જરૂરિયાતો પૂરી કરવી ખર્ચાળ હોય છે તો તેના સોલ્યુશન તરીકે Cloud Computing એક બેસ્ટ ઉપાય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ એક Virtual Computer છે જે આપણે ઓછામાં ઓછી રકમ આપીને ઓનલાઈન રેન્ટ પર રાખી શકીએ છીએ, તેના માટે માત્ર જરૂર છે તો હાઈ સ્પીડ ઈન્ટરનેટ ની અને ક્લાઉડ કમ્પેટિંગ નો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ ડિવાઈઝમાં, કોઈપણ સમયે કે જગ્યાએથી આપણે તેનો વપરાશ કરી શકીએ અને કોઈ પણ પ્રકારના સોફટવેર ગેમ આપણે ઓછા કન્ફિગ્યુરેશનવાળા ડિવાઈઝમાંથી પણ વાપરી શકીએ છીએ જેના માટે આપણા કોર્ષમાં Microsoft Azure, Amazon Web Service, તેમજ Google Cloud Platform વગેરે જેવા પ્લેટ ફોર્મ આવરી લેવામાં આવ્યા છે.
7
Cyber Security & Ethical Hacking
હાલના ટેક્નીકલ યુગમાં આજે દરેક કાર્ય ઓનલાઈન થઈ રહ્યા છે અને તમામ ડેટા તેમજ ઈન્ફોરમેશન ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન જ સાચવવામાં આવે છે જે ખૂબ જ ખાનગી હોય છે અને જો આ ડેટા કે ઇન્ફોરમેશન લીક થઈ જાઈ કે ચોરી થાય તો મોટી કંપની કે રાષ્ટ્ર ને ઘણા પ્રકારનું નુકસાન પહોંચી શકે છે. આ ચોરી કે એક્ટિવિટીને સાયબર ક્રાઈમ કહેવાય છે અને તે કરનારને હેકર કહેવાય છે તો Ethical Hacking એક એવો અભ્યાસક્રમ છે જેમાં કંપની કે યોગ્ય વ્યક્તિને પરમિશન સાથે તેની સિસ્ટમ હેક કરે છે અને તેમાં રહેલી ખામીઓ શોધી કાઢે છે કે જેનાથી તેને સુધારી શકાય તેમ જ Cyber Security Expert સિસ્ટમને વધારેમાં વધારે કઈ રીતે Secure રાખી શકાય તેનું ધ્યાન રાખે છે માટે Cyber Security Expert તેમજ Ethical Hacker ની મોટી મોટી કંપનીઓ માં હંમેશા માંગ રહેતી હોય છે અને તેના માટેના દરેક ટોપિક્સ આ અભ્યાસક્રમ માં આવરી લેવામાં આવ્યા છે.
MODULES TO LEARN IN Cisco CCNA:
Introduction to Ethical Hacking, Footprinting & Reconnaissance, Scanning Networks, Enumeration, Vulnerability Analysis, System Hacking, Malware Threats, Sniffing, Social Engineering, Denial-of-Service, Session Hijacking, Evading IDS, Firewalls & Honeypots, Hacking Web Servers, Hacking Web Applications, SQL Injection, Hacking Wireless Networks, Hacking Mobile Platforms, loT and OT Hacking, Cloud Computing, Cryptography
8
Soft Skill Training
આજના સમયમાં મોટાભાગે વિધાર્થી નોલેજ કે સ્કિલ તો ડેવલોપ કરી જ લે છે પરંતુ આપણી ગુજરાતીમાં કહેવત અનુસાર “ભણતરની સાથે ગણતર” ખૂબ જ જરૂરી છે અને આ ગણતર એટલે સોફ્ટસ્કીલ ટ્રેનિંગ અને આ પ્રોગ્રામનું નામ એટલે પર્સનાલીટી ડેવલોપમેન્ટ.
આ પ્રોગ્રામ અંતર્ગત વિધાર્થીને અમે સૉફ્ટ સ્કિલ ની ટ્રેનિંગ આપવાના છીએ. આજે વિધાર્થીને નોકરી તો મળી જ જશે પરંતુ નોકરી મળી ગયા પછી તેમાં લીડરશીપ નિભાવવી કે પ્રમોશન મેળવવું ખૂબ જ કઠિન છે. આ કામ વિધાર્થી સરળતાથી કેમ કરી શકે એમની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે પર્સનાલીટી ડેવલોપમેન્ટ. અત્યાર સુધીમાં ઘણા વિધાર્થી મિત્રોએ આ પ્રોગ્રામ નો પોઝિટિવ લાભ પ્રાપ્ત કર્યો છે. આ લાભ Red & White Multimedia Education ના વિધાર્થીને પ્રાપ્ત થાય એવા હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.