Sport-fest 2K19 organised by rnwmultimedia

Sport-fest 2K19 organised by rnwmultimedia

Sport-fest 2K19

કહેવાય છે કે એક તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત દિમાગ નો વાસ થાય છે અને આ તંદુરસ્ત શરીર માટે લોકો અલગ અલગ કસરતો તેમજ રમતો રમતા હોઈ છે. કસરત કરવી અમુક લોકો ને ગમતું હોઈ છે જયારે કેટલાક લોકો આળસ માં કાઢતા હોઈ છે પરંતુ રમત એટલે કે Sports નું નામ આવે એટલે નાના થી લઇ ને મોટા એવા તમામ લોકો ના શરીર માં સ્ફૂર્તિ આવી જતી હોઈ છે.

વિવિધ રમતો રમવાથી શારીરિક તેમજ માનસિક આવા ઘણા બધા ફાયદાઓ થતા હોઈ છે જેમ કે ઊંઘ સારી આવવી, પાચન શક્તિમાં વધારો, એકાગ્રતા તેમજ Confidence  માં વધારો , શરીર નો બાંધો મજબૂત થાય છે કે જેનાથી નાના  મોટા મૂંઢ ઘા ની અસર થતી નથી તેમજ ઘણી વાર મોટી ઇંન્જ્યુરી થી પણ બચી જવાય છે.

આ વિવિધ રમતો રમવાની મનપસંદ ઋતુ એટલે શિયાળો. શિયાળા માં સ્પોર્ટ્સ ના રસિયાઓ વહેલી સવારે ટ્રેક પહેરીને નીકળી જતા હોઈ છે અને નાના મોટા મેદાનો તેમજ પોપડા માં રમતા જોવા મળે છે અને ક્રિકેટ,કબ્બડ્ડી , ખોખો જેવી અનેક રમતો પોતાના મિત્રો સાથે રમતા હોઈ છે.

School  તેમજ Colleges માં શિયાળુ રમતોત્સવ જેવી Events નું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં ભાગ લેતા હોઈ છે. અને વિવિધ ઇનામો મેળવતા હોઈ છે. ખરેખર તો ઇનામ કરતા તો સ્પર્ધા માં ભાગ લેવો આ જ એક સાહસ નું કામ છે કારણ કે ઘણા લોકો તો આ પણ સાહસ નથી કરી શકતા. અને ખરેખર જોવા જઈએ તો રમતો આપણને એક જીવન જીવવા ની કળા શીખવી જાય છે કે કઈ રીતે જીવન માં આવતી મુશ્કેલીઓ નો સામનો કરી ને આપડી મંજિલ સુધી પહોંચવું.

તો આવી જ રીતે હાલ 2021 December, 2019 ના રોજ Red & White Group of Institute  દ્રારા Sportfest-2k19 નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દરેક વિદ્યાર્થી ઓ એ ખુબ ઉત્સાહ થી વિવિધ રમતો રમીને ખુબ જ આનંદ મણિયો . ઘણા બધા વિદ્યાર્થી ઓ પોતાની આવડત પ્રમાણે અલગ અલગ રમતો માં વિજેતા થઇ ને ઇનામો તેમજ મેડલો મેળવ્યા હતા. આ રમતોત્સવ જો એટલો જોરદાર અને જબરદસ્ત રીતે સફળ થયો હોઈ તો એક માત્ર કારણ છે RNW  ના Family Members ની તન ટોડ મહેનત અને Team Work તેની જ સાથે તમને સહાય કરનારા તમામ Lab Coordinators.

Related Posts

Designer Meetup 2.0 organised by rnwmultimedia
Red and White Multimedia Education Organized Designers Meetup 3.0
Sport-fest 2K19 organised by rnwmultimedia
Navratri Celebration by Red & White Group of Institute